પાંચ ટકા ડિપોઝિટ સાથે પ્રથમ મકાન ખરીદવા મોર્ગેજ ગેરંટી

Wednesday 10th March 2021 05:55 EST
 
 

લંડનઃ ઓછી ડિપોઝિટ હોવાથી મકાન નહિ ખરીદી શકતા નવા ખરીદારોને મદદ કરવા સરકારે મોર્ગેજ ગેરન્ટી દાખલ કરવાની જાહેરાત કરી છે. મકાન ખરીદારો માત્ર ૫ ટકાની ડિપોઝિટ ભરી ૬૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતની પ્રોપર્ટી મેળવી શકશે. આ માટે સરકાર મોર્ગેજ પ્રોવાઈડર્સને બાકીના ૯૫ ટકાને આવરી લેતા મોર્ગેજ માટે ગેરન્ટીના પ્રોત્સાહનો આપશે.

સામાન્ય એફોર્ડબિલિટી નિયમો સાથેની આ યોજના એપ્રિલ મહિનાથી લેન્ડર્સ માટે પ્રાપ્ય બનશે. ટ્રેઝરીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારીની ગંભીર આર્થિક અસરના પરિણામે ઓછી ડિપોઝિટના મોર્ગેજ તદ્દન અદૃશ્ય થઈ ગયા હતા. બોરિસ જ્હોન્સને જણાવ્યું છે કે આ યોજનાથી ‘જનરેશન રેન્ટ’ને ‘જનરેશન બાય’ બનાવવામાં મદદ મળશે.

૨૦૦૮ની નાણાકીય કટોકટી હાઉસિંગ સેક્ટરને ચેતનવંતુ બનાવવા ડેવિડ કેમરન અને જ્યોર્જ ઓસ્બોર્ન દ્વારા ૨૦૧૩માં હેલ્પ ટુ બાય મોર્ગેજ ગેરન્ટી સ્કીમ ચાલુ કરાઈ હતી જે જૂન ૨૦૧૭ સુધી અમલમાં રહી હતી. હેલ્પ ટુ બાય ઈક્વિટીથી અલગ આ યોજનાથી યુકેના ૧૦૦,૦૦૦થી વધુ પરિવારને મકાન ખરીદવામાં મદદ મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter