પાંચ બિલિયન PPE આઈટમ્સ નકામી

Tuesday 08th February 2022 15:11 EST
 
 

લંડનઃ કોરોના મહામારી દરમિયાન હેલ્થ વર્કર્સને રક્ષણ આપવા માટે લાખોની સંખ્યામાં પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ્સ (PPE) ખરીદવામાં આવ્યા હતા. હવે મિનિસ્ટર્સ જણાવે છે કે ૨.૭ બિલિયન પાઉન્ડ કિંમતની આશરે પાંચ બિલિયન PPE આઈટમ્સ નકામી બની છે કારણકે હવે તેની જરૂર નથી અથવા પૂરતી સુરક્ષા આપી શકે તેમ નથી.

હેલ્થ મિનિસ્ટર એડવર્ડ આર્ગરના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૦માં મહામારીની શરૂઆત પછી સરકારના PPE પ્રોગ્રામ હેઠળ ૩૬.૪ બિલિયનથી વધુ આઈટમ્સનો ઓર્ડર કરાયો હતો જેમાંથી, આશરે ૩.૪ બિલિયન યુનિટ્સ વધારાના સ્ટોક તરીકે જણાયા છે. આ આઈટમ્સની કિંમત અંદાજે ૨.૨ બિલિયન પાઉન્ડ છે. આ ઉપરાંત, ૬.૯૬ બિલિયન PPE આઈટમ્સ હાલ ફ્રન્ટલાઈન સર્વિસીસને પૂરી પડાતી નથી. આમાંથી ઘણી આઈટમ્સ નવી છે અને હજુ તેના માટે ક્વોલિટી એસ્યોરન્સ ચેકિંગ બાકી છે. ઘણી આઈટમ્સનો ઉપયોગ થઈ શકે તેમ નથી કારણકે અન્ય નવી આઈટમ્સને પસંદ કરવામાં આવે છે. આમાંથી, ૧.૨ બિલિયન આઈટમ ઉપયોગ માટે નકામી જણાય છે જેની ખરીદકિંમત ૪૫૮ મિલિયન પાઉન્ડ હતી.

નોર્થ ઈસ્ટ ફાઈફના લિબરલ ડેમોક્રેટ સાંસદ વેન્ડી ચેમ્બરલેઈને કેટલી PPE આઈટમ્સનો ઉપયોગ નહિ થયાનો પ્રશ્ન કર્યો હતો. તેમણે સરકારે મોટા પાયે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter