લંડનઃ એક તરફ અમેરિકાએ કહ્યું છે કે રશિયાની જીદના કારણે હવે યુદ્ધનું જોખમ સર્જાયું છે ત્યારે બીજી તરફ, બ્રિટને પણ રશિયા સામે આકરો અભિગમ અપનાવ્યો છે.
બ્રિટને પણ અમેરિકાની જેમ કડક વલણ અપનાવ્યું છે. બ્રિટને કહ્યું છે કે રશિયન પ્રમુખ પુતિને તેના આક્રમક અભિગમની કિંમત ચુકવવી પડશે. અમે રશિયાની કંપનીઓ જ નહીં, લોકો પર પણ પ્રતિબંધ લાદશું.
જ્હોન્સન સરકારના આ નિવેદન બાદ ગણતરીની મિનિટમાં જ બ્રિટને રશિયાની પાંચ બેન્ક પર પ્રતિબંધ મુકી દીધો.આ પાંચ બેન્કમાં રોસિયા, આઇએસ બેન્ક, જનરલ બેન્ક, પ્રોમસ્યાઝ બેન્ક અને ધ બ્લેક સી બેન્કનો સમાવેશ થાય છે. જ્યારે પુતિને કહ્યું કે પશ્ચિમના દેશોની દરેક હરકતે તેમને યુક્રેનને બે હિસ્સામાં વિભાજીત કરવા મજબૂર કર્યા છે.