લંડનઃ બર્નહામ સરકારે લાખો કામદારોની બચતને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કામદારો પોતાના પગારમાંથી નક્કી કરેલો એક હિસ્સો આપમેળે બચત ખાતામાં જમા કરાવી શકશે.
આ જાહેરાત ટ્રેઝરી અને વડાપ્રધાન સહિત સરકારના વિભાગો દ્વારા કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બીટી, એમએન્ડએસ વિઓલિયા અને હોમ બાર્ગેન્સ જેવી મોટી કંપનીઓ સરકાર સમર્થિત નેશનલ કોએલિશન ઓફ વર્કપ્લેસ સેવિંગ્સમાં જોડાઈ છે, જેથી તેઓ પોતાના કર્મચારીઓને બચતની નવી યોજનાઓનો લાભ આપી શકે. આ પહેલના પરિણામે સમગ્ર યુકેમાં પાંચ લાખથી વધુ કામદારોને સરળતાથી બચત કરવાની તક મળશે.
સરકારે આ અંગે જણાવ્યું હતું કે, પરિવારોને થોડી આર્થિક રાહત આપવાની અમારી યોજનાનો આ એક ભાગ છે. આર્થિક સંકડામણ અનુભવી રહેલા લોકોની મદદ માટે અગાઉ લેવાયેલા પગલાંઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બાય-નાઉ પે-લેટર ઉત્પાદનોનું નિયમન કરીને લોકોને દેવાના બોજથી બચાવવા, બેંકો અને ચેરિટી સંસ્થાઓની ભાગીદારી દ્વારા બેઘર લોકોને બેંક ખાતું ખોલાવવામાં મદદ કરવી, અને ક્રેડિટ ફાઇલ રિપોર્ટિંગ માટે નવો અભિગમ વિકસાવવાનો સમાવેશ થાય છે.


