પાકિસ્તાનને ડિંગોઃ કાશ્મીરમાં યોજાનારી જી-20ની બેઠકમાં યુકે હાજરી આપશે

Tuesday 16th May 2023 11:34 EDT
 
 

લંડનઃ જમ્મુ-કાશ્મીરમાં જી-20ની બેઠકના આયોજન સામે પાકિસ્તાનના વિરોધ મધ્યે બ્રિટને આ બેઠકમાં ભાગ લેવાની સંમતિ આપી દીધી છે. 23-24 મેના રોજ શ્રીનગર ખાતે યોજાનારી જી-20ની બેઠકમાં યુકેના પ્રતિનિધિઓ હાજર રહેશે તેવી માહિતી ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે આપી હતી.

શ્રીનગર ખાતે યોજાનારી જી-20ની બેઠકમાં યુકે હાજરી આપશે કે કેમ તેવા સવાલના જવાબમાં એલિસે જણાવ્યું હતું કે, અમે ટુરિઝમ વર્કિંગ ગ્રુપ માટે કાશ્મીરમાં હાજરી આપીશું. જી-20ના ભારતના અધ્યક્ષપદ હેઠળ ભારતમાં યોજાઇ રહેલી વર્કિંગ ગ્રુપની વિવિધ બેઠકોમાં યુકેના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યાં છે.

ઇમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનનો આંતરિક મામલોઃ રિશી સુનાક

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને પાકિસ્તાનનો આંતરિક મામલો ગણાવ્યો છે. સંસદમાં સભ્યના સવાલનો જવાબ આપતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકે લાંબા સમયથી પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને બંને દેશ કોમનવેલ્થ પાર્ટનર છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનનો આંતરિક મામલો છે. અમે કાયદાના પાલન અને શાંતિપૂર્ણ લોકતાંત્રિક પ્રક્રિયાને સમર્થન આપીએ છીએ,. અમે પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter