લંડનઃ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના નરાધમોની શરમજનક હરકતોનો ખુલાસો થયો છે. પાકિસ્તાનીઓની ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા 2012થી 2022 સુધી 1400 બ્રિટિશ સગીરાનું જાતીય શોષણ કરાયું હતું. આ અંગેનો ખુલાસો થવા છતાં બ્રિટનના પીએમ કેર સ્ટારમરે કોઈ કાર્યવાહી કરી નથી. તેમની સામે કાર્યવાહી ન કરવાના આરોપ મૂકાઇ રહ્યાં છે તેને લઈ બ્રિટનનું રાજકારણ ગરમાયું છે. 2022માં જ્યારે કેટલીક પીડિતાઓ સામે આવી ત્યારે પ્રો. એલેક્સ જે. સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તારણ આપ્યું હતું કે, 2012થી અત્યાર સુધીમાં 1400 સગીરાનું જાતીય શોષણ થયું છે. સમિતિના રિપોર્ટમાં દોષિત પાકિસ્તાનીઓ સામે કાર્યવાહીની ભલામણ કરાઈ હતી. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે આરોપ લગાવ્યો હતો જાતીય શોષણમાં પાકિસ્તાનની સાથે-સાથે આરબ દેશોના કેટલાંક લોકોના નામ પણ સામે આવ્યા છે.
પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ....
પાકિસ્તાની મૂળના લોકો બ્રિટિશ સગીરાઓને ડ્રગ્સ, પૈસા આપીને અથવા બ્રેઈનવોશ કરીને ફસાવે છે. પછી તેઓ બ્લેકમેલ કરે છે અને બળાત્કાર ગુજારે છે. તેને પાકિસ્તાની ગ્રૂમિંગ રેપ ગેંગ કહેવામાં આવે છે.
બેવડી નાગરિકતા... તેથી ઘણા આરોપી પાકિસ્તાન ભાગી ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર જાતીય શોષણના ઘણા આરોપીઓ પણ પાકિસ્તાન ભાગી ગયા છે. કારણ કે આ લોકો પાસે બ્રિટન અને પાકિસ્તાનની બેવડી નાગરિકતા છે. સરકાર દ્વારા કાર્યવાહી ન કરવાને કારણે ઘણા આરોપીઓને બ્રિટનમાંથી ભાગી જવાની તક મળી હતી


