પાકિસ્તાની મહિલાને ઝેર અને નુકસાનકારક દવાઓ આપવા માટે સાસરિયાને 7 વર્ષની કેદ

Tuesday 20th February 2024 12:35 EST
 

લંડનઃ એક મહિલાને એન્ટી ડાયાબિટિસ દવાઓ લેવા માટે દબાણ કરવા તેમજ તેને ઝેર આપવાના આરોપસર તેના પતિ અને સાસુ સસરાને જેલ ભેગા કરી દેવાયાં છે. પાકિસ્તાનથી લગ્ન કરીને લવાયેલી 30 વર્ષીય અમ્બરીન ફાતિમા શેખને સાસરિયાઓ દ્વારા એન્ટી ડાયાબિટિસ દવાઓ લેવાની ફરજ પડાઇ હતી. લીડ્સ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ દવાઓના કારણે મહિલાના મગજને ગંભીર નુકસાન થયું હતું. હવે આ નુકસાન ભરપાઇ થઇ શકે તેમ નથી કે તેની સારવાર પણ શક્ય નથી. કોર્ટે તેના પતિ અસગર શેખ, સસરા ખાલિદ શેખ અને સાસુ શબનમ શેખને 7 વર્ષ અને 9 મહિનાની કેદ ફટકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter