લંડનઃ ઓક્સફર્ડશાયરના વ્હિટલીમાં છેલ્લા 20 વર્ષથી સંચાલિત સિનેમોન્સ રેસ્ટોરન્ટને બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવી છે. પાડોશીઓ દ્વારા કરીની સ્મેલની ફરિયાદને પગલે આમ કરાયું છે. આ રેસ્ટોરન્ટ સ્થાનિકોમાં ઘણી લોકપ્રિય છે. 2021માં કાઉન્સિલને પહેલીવાર કરીની ગંધ અંગે ફરિયાદ કરાઇ હતી.
હેલ્થ ઓફિસરોએ રેસ્ટોરન્ટની મુલાકાત લઇ ફરિયાદને માન્ય ગણી હતી. બાંગ્લાદેશી રેસ્ટોરન્ટે આ સમસ્યાના ઉકેલ માટે નવો એક્સટ્રેક્ટર ફેન લગાવવા પાછળ 35000 પાઉન્ડ ખર્ચી નાખ્યા હતા છતાં સફળતા મળી નહોતી. જેના કારણે રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. રેસ્ટોરન્ટને અદાલત દ્વારા 25000 પાઉન્ડની પેનલ્ટી પણ કરાઇ હતી. નવી ફરિયાદો બાદ વધી રહેલા ખર્ચને પહોંચી વળવામાં નિષ્ફળતાએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધી છે. જેના કારણે 10 લોકોને રોજગાર ગુમાવવો પડ્યો છે.