પારિવારિક બિઝનેસીસ યુકે ઈકોનોમીની કરોડરજ્જુઃ નિમેશ શાહ

Wednesday 21st October 2026 06:06 EDT
 

બ્લિક રોથેનબર્ગના સીઈઓ નિમેશભાઈ શાહના કહેવા અનુસાર પ્રોપર્ટી રીલિફ ફેરફારો વ્યક્તિગત ટેક્સ બિલ્સથી આગળ જઈ શકે છે. પારિવારિક બિઝનેસીસ યુકે ઈકોનોમીની કરોડરજ્જુ સમાન છે અને ઘણા બિઝનેસીસ નોંધપાત્ર વ્યક્તિગત બલિદાન અને લાંબા ગાળાના રોકાણો સાથે દાયકાઓ અથવા પેઢીઓ દરમિયાન વિકસ્યા હોય છે. જો નિયમોમાં ફેરફાર થાય તો વર્તમાન રાહતો સાથે ઉત્તરાધિકારનું આયોજન કરનારા બિઝનેસીસને ઊંચી કોસ્ટ્સનો સામનો કરવાનો થાય, માલિકીની વ્યવસ્થામાં ફેરફાર અથવા જવાબદારીઓને પહોંચી વળવા એસેટ્સ અથવા શેર વેચવાની પણ નોબત આવી શકે છે.’

તેમણે એવી ચેતવણી આપી છે કે બિઝનેસ માલિકોએ 2024માં જાહેર કરાયેલા બિઝનેસ પ્રોપર્ટી રીલિફ ફેરફારો સાથે અનુકૂલન સાધવુ પડ્યું છે. ઉત્તરાધિકાર નિયમોમાં વધુ ફેરફારો ભારે ઘર્ષણ ઉભું થઈ શકે તેમજ કેટલાક પરિવારો અને બિઝનેસીસ યુકેની બહાર સ્થાયી થવાનું પણ વિચારી શકે છે. તેમણે માલિકોને તેમના ઉત્તરાધિકાર પ્લાન્સની સમીક્ષા કરવા અને સુધારાઓ કેવી રીતે ઈન્હેરિટન્સ ટેક્સ, કેપિટલ ગેઈન્સ ટેક્સ અથવા અન્ય બિઝનેસ રાહતો પર અસર કરી શકે છે તે વિચારવાની સલાહ આપી છે.

વૃદ્ધિ અને રોકાણો પણ મહત્ત્વપૂર્ણઃ પ્રોફેસર મલ્લિક

ક્વીન મેરી બિઝનેસ સ્કૂલના ઈન્ટરનેશનલ ફાઈનાન્સના પ્રોફેસર સુશાન્તા મલ્લિકના મતે બજેટની ચર્ચા માત્ર રેવન્યુ ઉભી કરવા સંબંધિત નથી. યુકે સમક્ષ નબળી ઉત્પાદકતા વૃદ્ધિ, ઘટેલા બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ, ઊંચું જાહેર ઋણ અને લિવિંગ કોસ્ટ પર સતત દબાણની સમસ્યાઓ છે. ખરો પડકાર ફિસ્કલ વિશ્વસનીયતાની ઉપેક્ષા કર્યા વિના વૃદ્ધિની પુનઃસ્થાપનાનો છે. પ્રોફેસર મલ્લિક કહે છે કે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, એનર્જી, સ્કીલ્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં ઉત્પાદનક્ષમ ઈન્વેસ્ટમેન્ટને પ્રાથમિકતા અપાવી જોઈએ. ઉત્પાદકીય ખર્ચામાં કાપ અથવા રોકાણોને નિરુત્સાહ કરતા ટેક્સ વધારાથી માગ અને બિઝનેસ કોન્ફિડન્સ નબળા પડી શકે છે. તેઓ સૂચન કરે છે કે યુદ્ધ સંબંધિત કેટલાક પ્રતિબદ્ધ ખર્ચાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષમતા તરફ વાળવા જોઈએ.મજબૂત ઉત્પાદકતા આવકો અને બચતોને વધારી શકે છે, વધુ રોકાણોને ઉત્તેજન આપી શકે છે અને ટકાઉ વૃદ્ધિના ચક્રનું સર્જન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter