પાર્ક રેન્જર કિંગ ચાર્લ્સ તૃતિય

Wednesday 16th November 2022 04:59 EST
 
 

લંડન

પિતા અને ડ્યુક ઓફ એડિનબરો સ્વ. પ્રિન્સ ફિલિપને અનુસરતા કિંગ ચાર્લ્સ તૃતિયે વિન્ડસર ગ્રેટ પાર્કના રેન્જર તરીકેની જવાબદારી સ્વીકારી લીધી છે. કિંગના 74મા જન્મદિવસ નિમિત્તે એક નવા ફોટોગ્રાફ સાથે આ જાહેરાત કરાઇ હતી. 70 વર્ષ પહેલાં પ્રિન્સ ફિલિપ પાર્ક રેન્જર બન્યા હતા. પાર્ક રેન્જર દેશની સૌથી જૂની એસ્ટેટ પૈકીની એક વિન્ડસર ગ્રેટ પાર્કના ડેપ્યુટી રેન્જર અને તેમની ટીમને રોજિંદા ધોરણે માર્ગદર્શન આપવાનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter