લંડનઃ વાહનચાલકોને મોટા ભાગના ખાનગી કારપાર્કિંગમાં કાર રાખવા માટે વધુ ૧૦ મિનિટનો સમય મળશે. એટેન્ડન્ટ્સ દ્વારા વાહનચાલકો સાથે નાણાકીય છેતરપીંડીનું પાર્કિંગ કૌભાંડ બહાર આવ્યા પછી બ્રિટિશ પાર્કિંગ એસોસિયેશને જણાવ્યું હતું કે સંસ્થાની કોડ ઓફ પ્રેક્ટિસમાં ધરમૂળ ફેરફાર કરાયા છે.નવા અમલી નિયમો અનુસાર કંપનીઓએ ૧૦૦ પાઉન્ડ સુધીની પેનલ્ટી લગાવતાં પહેલા પાર્કિંગ ટિકિટનો સમય પૂરો થયા પછી ૧૦ મિનિટનો વધુ સમય આપવાનો રહેશે એટલે કે તેઓ ૧૦ મિનિટ પછી પાર્કિંગ ટિકિટ લગાવી શકશે. મોટા ભાગના પાર્કિંગ એટેન્ડ્ન્ટ્સ પાર્કિંગ સમય સમાપ્ત થતાં પહેલા જ દંડનીય ટિકિટ લગાવી દેતાં હતાં. આમ, વાહનચાલકો સાથે છેતરપીંડી થતી હતી.