પાર્ટી યોજવા બદલ મહિલાને ૧૨,૦૦૦નો દંડ

Wednesday 19th January 2022 07:38 EST
 

લંડનઃ ડ્યૂક ઓફ એડનબરાનું જે દિવસે ફ્યુનરલ હતું તે દિવસે પાર્ટી યોજવા બદલ મહિલાને ૧૨,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. પોલીસે તેને આખો દેશ શોક મનાવી રહ્યો હતો ત્યારે તેને અનુચિત ગણાવી હતી. ૨૮ વર્ષીય વિયાના મેકેન્ઝી - બ્રેમ્બલે ગયા વર્ષે ૧૭ એપ્રિલે ડાઉનિંગ સ્ટ્રીટમાં બે પાર્ટી યોજાઈ હતી તેના થોડા કલાક બાદ ઈસ્ટ લંડનના હેકનીમાં ૪૦ લોકો સાથે ઉજવણી કરી હતી. વિન્ડસર કાસલના સેંટ જ્યોર્જ ચેપલ ખાતે ફ્યુનરલ ચાલી રહ્યું હતું ત્યારે આ પાર્ટીમાં મહેમાનોએ ફૂડ, ડ્રિંક અને ડીજે સેટ તથા બાઉન્સી કાસલનો આનંદ માણ્યો હતો. કોરોના વાઈરસના નિયમોને કારણે ક્વિને લગ્નજીવનમાં ૭૩ વર્ષ સાથે રહેલા તેમના પતિની સર્વિસ દરમિયાન એકલા બેસવું પડ્યું હતું.
પડોશીએ પોલીસને આ પાર્ટીની જાણ કરી હતી. ગયા સપ્ટેમ્બરમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તેને કોસ્ટ તરીકે ૩૦૦ પાઉન્ડ અને દંડ તરીકે ૧૨,૦૦૦ પાઉન્ડ તથા કોર્ટ ફી ચૂકવવા આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter