લંડનઃ યુકેમાં આશરે 7 મિલિયન શ્વાનમાલિકો સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત પોતાના પાલતુ શ્વાન સાથે કારમાં પ્રવાસ કરતા હોય છે પરંતુ, તેમાંથી અડધોઅડધ લોકો નિયમોનું પાલન કરતા નથી. કાયદાનું પાલન ન કરવા બદલ ડ્રાઈવર કે શ્વાનમાલિકને 5000 પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. હાઈવે કોડ- Highway Code સ્પષ્ટ જણાવે છે કે શ્વાનને કારમાં એવી સુરક્ષિત રીતે બાંધી રાખવા જોઈએ કે જેથી તેઓ ડ્રાઈવરનું ધ્યાન વિચલિત કરી ન શકે તેમજ અચાનક વાહન રોકવું પડે કે અકસ્માત સર્જાય તો તેમને ઈજાથી બચાવી શકાય.
Skoda અને BorrowMyDoggy દ્વારા કરાયેલા સંશોધન મુજબ પોતાના પાલતુ શ્વાન સાથે કારમાં મુસાફરી કરનારા શ્વાનમાલિકોમાંથી 51 ટકા તેમના શ્વાનને યોગ્ય રીતે બાંધીને રાખતા હતા. 14 ટકા માલિકોએ કહ્યું હતું કે તેઓ થોડા સમય સુધી શ્વાનને સુરક્ષિત બાંધી રાખતા હતા. અભ્યાસમાં 2000 શ્વાનમાલિકોને પ્રશ્નો કરાયા હતા જેમાંથી લગભગ અડધાને કારમાં શ્વાનની સાથે પ્રવાસ કરવા અંગેના કાયદા તેમજ સંભવિત દંડ, ઈન્સ્યુરન્સ અમાન્ય થવા અથવા પાલતુ શ્વાનની કોઈ પ્રવૃત્તિ કે કૃત્યથી અકસ્માત સર્જાય તો થનારા નુકસાનનું વળતર ચૂકવવા અંગેની જાણકારી ન હતી.
અભ્યાસમાં જણાવાયું હતું કે શ્વાનમાલિકો વર્ષે સરેરાશ 4000 પાઉન્ડ જેટલી રકમ શ્વાન પાછળ ખર્ચતા હોય છે પરંતુ, છે.
અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે 12 ટકા વાહનચાલકો શ્વાનને પોતાના ખોળામાં બેસવા દેતા હતા જ્યારે 9 ટકા તો તેમને ડેશબોર્ડ પર પણ બેસવા દેતા હતા. કુલ 68 ટકા વાહનચાલક / શ્વાનમાલિકે જણાવ્યું હતું કે શ્વાન કારમાં હોય ત્યારે તેઓ વધુ કાળજીપૂર્વક વાહન હંકારતા હતા. જોકે, 24 ટકાએ સ્વીકાર્યું હતું કે શ્વાન સાથે મુસાફરી કરતી વખતે તેઓ વધુ સ્ટ્રેસ અનુભવતા હતા.


