લંડનઃ ૧,૦૦૦થી વધુ બાળકો યુકેમાં જન્મ્યા હોવા છતાં હોમ ઓફિસની એક ભૂલને લીધે તેમના પાસપોર્ટ રિન્યુ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. તેની અસરનો ભોગ બનેલા આ બાળકો આઠ ઈયુ દેશના પેરન્ટ્સના છે.
શરૂઆતમાં તેમણે જ્યારે અરજી કરી અને પાસપોર્ટ મળ્યા ત્યારે હોમ ઓફિસ દ્વારા તેમને બધા ડોક્યુમેન્ટસ જમા કરાવવા જણાવાયું ન હતું. રિન્યુઅલ વખતે જ તેની અસર થઈ હતી. હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું કે તે અસર પામેલા બાળકોને સિટીઝનશિપ મેળવી આપવામાં મદદરૂપ થશે.

