પાસપોર્ટના ઝડપી રિન્યુઅલના નામે ગઠિયાઓ લોકોને ઉલ્લુ બનાવે છે

પાસપોર્ટ કચેરીમાં હડતાળના કારણે ગઠિયાઓને ઘી કેળાં

Tuesday 18th April 2023 13:10 EDT
 

લંડન

પાસપોર્ટ કર્મચારીઓની હડતાળના કારણે પાસપોર્ટ મેળવવામાં થઇ રહેલા વિલંબનો ગઠિયાઓ નાગરિકોને છેતરવા માટે દુરુપયોગ કરી રહ્યા હોવાની ચેતવણી અપાઇ છે. ચાર્ટર્ડ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુટના જણાવ્યા અનુસાર પાસપોર્ટ ઝડપથી રિન્યૂ કરાવી આપીશું તેવા ટેક્સ્ટ મેસેજ અને ઇમેલ ગઠિયાઓ દ્વારા મોકલવામાં આવે છે પરંતુ પાસપોર્ટ વિભાગમાં પાસપોર્ટ ઝડપથી રિન્યૂ કરી આપવાની કોઇ વ્યવસ્થા જ નથી. આ રીતે ગઠિયાઓ દ્વારા પાસપોર્ટ મેળવવા અને રિન્યૂ કરાવવા ઇચ્છતા લોકો સાથે સેંકડો પાઉન્ડની છેતરપિંડી આચરાઇ રહી છે. તેઓ ઝડપથી પાસપોર્ટ રિન્યુઅલ માટે લોકો પાસેથી 30થી 250 પાઉન્ડ વસૂલી રહ્યાં છે.

ઇન્સ્ટિટ્યુટે બનાવટી ટ્રાવેલ ડીલ્સ અંગે પણ સાવચેત રહેવા વેકેશન પર જવા ઇચ્છતા લોકોને ચેતવણી આપી છે. જ્હોન હેરીમેને જણાવ્યું હતું કે, ગઠિયાઓ આ પ્રકારની તક ઝડપી લેવા માટે તત્પર હોય છે. પાસપોર્ટ કર્મચારીઓની હડતાળના કારણે થઇ રહેલા વિલંબનો તેમના દ્વારા ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે જે એક તાજું ઉદાહરણ છે. ઘણા લોકો બનાવટી હોલીડે ડીલ્સનો પણ ભોગ બની રહ્યાં છે. આ માટે ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાતો કરીને લોકોને આકર્ષવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter