પાસપોર્ટની કામગીરી ખોરવાશે, કર્મચારીઓની પાંચ સપ્તાહ લાંબી હડતાળ

Tuesday 04th April 2023 13:38 EDT
 
 

લંડન

પાસપોર્ટ કચેરીના કર્મચારીઓએ નોકરી, પગાર અને પેન્શનના મુદ્દે પ્રવર્તતા મતભેદો મધ્યે પાંચ સપ્તાહની હડતાળનો પ્રારંભ કર્યો છે. આઠ સ્થળ ખાતે પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયનના 1000 કરતાં વધુ સભ્યો દ્વારા આ હડતાળનું આયોજન કરાયું છે. ગ્લાસગો, ડરહામ, લીવરપૂલની પાસપોર્ટ કચેરીઓની બહાર કર્મચારીઓ દ્વારા દેખાવોનું આયોજન કરાયું છે. યુનિયને જણાવ્યું છે કે હડતાળમાં જોડાનારા કર્મચારીઓને સ્ટ્રાઇક ફંડમાંથી મદદ કરાશે.

પીસીએસના જનરલ સેક્રેટરી માર્ક સર્વોક્તાએ સરકારને લખી જણાવ્યું હતું કે સરકાર આ મામલાનો ઉકેલ લાવવા માટે યુનિયન સાથે તાત્કાલિક મંત્રણા કરે. તેમણે આરોપ મૂક્યો હતો કે સરકાર પબ્લિક સેક્ટરના અન્ય કર્મચારીની સરખામણીમાં અમારી સાથે અન્યાયી વર્તન કરી રહી છે. 28 એપ્રિલના રોજ 1,30,000 સરકારી કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર જવાના છે.

પાસપોર્ટ કચેરીના કર્મચારીઓની પાંચ સપ્તાહ લાંબી હડતાળના કારણે પાસપોર્ટના કામકાજ ખોરવાઇ જવાની સંભાવના છે. જોકે હોમ ઓફિસના જણાવ્યા અનુસાર પાસપોર્ટ કચેરી દ્વારા આ વર્ષે 27 લાખ અરજીઓનો નિકાલ કરાયો છે. દર 10 સપ્તાહે 99.7 ટકા સ્ટાન્ડર્ડ અરજીઓનો નિકાલ કરી દેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter