લંડનઃ કેમ્બ્રિજની એડનબ્રુક હોસ્પિટલના પિડિયાટ્રિક કન્સલ્ટન્ટ કુલદીપ સ્ટોહરને બાળકોની સારવારમાં નિષ્કાળજી માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે. તેમણે સર્જરી કરી હતી તેવા 800 દર્દીઓની પુનઃતપાસ શરૂ કરાઇ છે. કુલદીપના સહયોગીઓ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તેમની કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. કુલદીપ દ્વારા કરાયેલી સંખ્યાબંધ હીપ સર્જરીમાં સમસ્યાઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જાન્યુઆરીમાં સસ્પેન્ડ કરાયેલા સર્જન કુલદીપે જણાવ્યું હતું કે, મેં મારા તમામ દર્દીઓની સારવારમાં ઉચ્ચ ધોરણોની જાળવણી કરી છે. હું તપાસમાં સંપુર્ણ સહકાર આપી રહી છું અને હાલ તેના પર કોઇ ટિપ્પણી યોગ્ય ગણાશે નહીં.