પિતા અને ભાઈ પરંપરામાં બંધાયેલા છેઃ હેરી

Wednesday 10th March 2021 07:06 EST
 
 

હેરી-વિલિયમની માતા પ્રિન્સેસ ડાયેનાએ ૧૯૯૫માં પ્રિન્સ ચાર્લ્સ સાથે કથળેલા લગ્નસંબંધોની યાતનાની વિગતો જાહેર કર્યા પછી હેરી અને મેગનનો ઈન્ટરવ્યૂ રાજપરિવારના બંધિયાર જીવનની વિગતો બહાર લાવ્યો છે. પ્રિન્સ ચાર્લ્સને હેરી અને મેગનના ઓપ્રાહ ઈન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ ટીપ્પણી કર્યા વિના હસીને ચાલતા થયા હતા. પ્રિન્સ ચાર્લ્સ મંગળવારે નોર્થ વેસ્ટ લંડનના ચર્ચમાં પોપ-અપ વેક્સિન ક્લિનિકની મુલાકાતે આવ્યા હતા.

પ્રિન્સ હેરીએ પોતાના પિતા પ્રિન્સ ચાર્લ્સની ભારે ટીકા કરતા કહ્યું હતું કે તેમણે મને ઘણો નિરાશ કર્યો છે. દુઃખ પહોંચાડે તેવું ઘણું બન્યું છે. સસેક્સ દંપતીએ કાર્યરત રોયલ્સ તરીકે કારણકે મેં મારા નિર્ણયો ખુદ લેવા માંડ્યા હતા. મારા પરિવાર માટે આમ કરવું જરુરી પણ હતું. આ સમયે સસેક્સ દંપતી કેનેડામાં હતાં. પરિવારમાં તણાવ હતો અને તેમના સંબંધોમાં કડવાશ આવી હતી. ડ્યૂક ઓફ સસેક્સ હેરીએ કહ્યું હતું કે અમારો લગભગ નાણાકીય બહિષ્કાર કરાયો હતો અને સિક્યુરિટી બિલ જાતે ઉઠાવવું પડ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ચાર્લ્સે તેમની યોજનાઓ લેખિતમાં આપવા જણાવ્યું હતું.

હેરીએ કહ્યું હતું કે તેના અને મોટા ભાઈ વિલિયમના માર્ગ અલગ છે અને તેના પરિવારમાં ઝગડાથી માતા ડાયેના દુઃખી થઈ હોત. હે તેણે એમ પણ કહ્યું હતું કે પિતા ચાર્લ્સ અને મોટા ભાઈ વિલિયમ પણ રાજાશાહીની બંધિયાર પરંપરાઓમાં બંધાઈ ગયેલા છે. તેઓ બહાર નીકળી શકે તેમ નથી. વિવિયમ પણ રાજાશાહીમાંતી બહાર આવવા ઈચ્છે છે તેવા પ્રશ્ન અંગે હેરીએ કહ્યું હતું કે ‘મને ખબર નથી, હું તેના બદલે કહી શકું નહિ.’

હેરીએ વિલિયમ સાથે કહેવાતા ઝગડા મુદ્દે કહ્યું હતું કે હું વિલિયમને ચાહું છું. તે મારો ભાઈ છે. અમે બંને સાથે જ નરકની યાતનામાંથી પસાર થયા છીએ, અમારો સહિયારો અનુભવ છે પરંતુ હવે અમારા માર્ગ અલગ છે. હાલ સંબંધોમાં અટકાવ છે અને સમય બધી બાબતોની રુઝ લાવે છે. હેરીએ વર્ષ ૨૦૧૯માં ITV ડોક્યુમેન્ટરીમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે તેના અને વિલિયમના સંબંધોમાં સારાં અને ખરાબ દિવસો પણ રહ્યાં છે.

પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે બ્રિટનના મીડિયા તેમજ પરિવારના સપોર્ટ અને સમજણના અભાવે તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. હેરીએ કહ્યું હતું કે રોયલ ફેમિલીમાંથી કોઈએ તેમને સપોર્ટના અભાવની લાગણી સાથે શાહી જીવન છોડવું પડ્યું તે  માટે દિલગીરી વ્યક્ત કરી ન હતી. તેમણે કહ્યું હતું કે તેઓને ચેતવણી અપાઈ હતી કે આ તેમનો જ નિર્ણય હતો અને તેના પરિણામો પણ તેમણે જ ભોગવવાં રહ્યાં.

વિન્ફ્રેનો ઈન્ટરવ્યૂ ૩ કલાક અને ૨૦ મિનિટનો હતો પરંતુ, કાપકૂપી પછી ૧ કલાક અને ૨૫ મિનિટનો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter