પિતા તરીકે ઓળખ આપવા બ્રિટિશ પુરુષોને 10,000 પાઉન્ડની ઓફર

માઇગ્રન્ટ મહિલાઓના બાળકને બ્રિટિશ નાગરિકતા અપાવવાનું કૌભાંડ

Tuesday 16th May 2023 11:56 EDT
 
 

લંડનઃ માઇગ્રન્ટ મહિલાઓના બાળકોના પિતા તરીકે ઓળખ આપવા માટે બ્રિટનના પુરુષોને હજારો પાઉન્ડની ઓફર આપવામાં આવી રહી છે. બાળકને પિતાનું નામ મળવાથી તેને યુકેની નાગરિકતા મળે અને માતાનો પણ યુકેમાં વસવાટ શક્ય બને તે માટે જન્મના પ્રમાણપત્રમાં પિતા તરીકે ઓળખ આપવા માટે બ્રિટનના પુરુષોને 10,000 પાઉન્ડની ઓફર આપવામાં આવે છે. આ માટે ફેસબુકનો ઉપયોગ કરાય છે. આ રીતે હજારો મહિલાઓએ બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હોવાનું કહેવાય છે.

બીબીસીના રિસર્ચ અનુસાર યુકેના વિવિધ સમુદાયોમાં આ ફ્રોડ ચાલી રહ્યું છે. અંડરકવર એજન્ટો દ્વારા આ રીતે પિતા બનવા ઇચ્છતા બ્રિટિશ પુરુષોને શોધી કઢાય છે. આ એજન્ટો સંપુર્ણ પેકેજ માટે 11000પાઉન્ડની વસૂલાત કરે છે. આ અંડરકવર એજન્ટો બાળકને યુકેની નાગરિકતા મળે ત્યાં સુધીની તમામ પ્રોસેસ કરી આપવાની ગેરેંટી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter