નાથને ડોર્સેટમાં બોર્નમાઉથમાં આવેલા પ્લેટમાં મે ૨૦૧૩માં નાઈફ અને કરવતથી ૪૮ વર્ષીય ટેક્સી ડ્રાઈવર પિતાની હત્યા પછી તેમના શરીરને કાપ્યું હતું. તેના અંગોને સ્ટોરેજ બોક્સીસમાં ભર્યા હતા અને તેના પર ટેલીવિઝન ગોઠવ્યું હતું. નાથને હત્યાની મર્યાદિત યાદ હોવાનું જણાવી દાવો કર્યો હતો કે બાળપણમાં તેના પિતા અને અન્ય વ્યક્તિ તેના પર અત્યાચાર ગુજારતા હતા. નાથને તેના પિતા પાસેથી કુલ ૩૬,૦૦૦ પાઉન્ડ ઉછીના મેળવ્યા હતા, જેથી હત્યાનું સંભવિત કારણ નાણાકીય હતું.