પીઅર્સના દૈનિક ભથ્થામાં એપ્રિલથી ૩.૧ ટકાનો વધારો

Wednesday 19th February 2020 05:23 EST
 
 

લંડનઃ બ્રિટિશ ઉમરાવોને મળતાં અલાઉન્સીસની સમીક્ષા કર્યા પછી હાઉસ ઓફ લોર્ડ્ઝમાં હાજર રહેતા પીઅર્સને મળતાં દૈનિક વેતનમાં ૩ ટકાનો વધારો કરાયો હતો. આગામી એપ્રિલથી ગૃહમાં પોતાની હાજરીના સમર્થન માટે સહી કરનારા તમામ સભ્યોને દૈનિક ટેક્સ ફ્રી ૩૨૩ પાઉન્ડ ચૂકવવામાં આવશે.

આ વધારાનો અર્થ એવો થાય કે હાઉસ ઓફ લોર્ડ્ઝના તમામ સત્રમાં હાજર રહેનારા પીઅર લગભગ ૫૦,૦૦૦ પાઉન્ડ મેળવવા માટે હક્કદાર થશે. હાઉસ ઓફ લોર્ડ્ઝના પ્રવક્તાએ ૩.૧ ટકા વધારાનો એમ કહીને બચાવ કર્યો હતો કે દસ વર્ષમાં આ બીજો વધારો છે અને તે સાંસદો તથા જાહેર ક્ષેત્રમાં થયેલા વેતન વધારા જેટલો છે.

બીજી તરફ, ટેક્સપેયર્સ અલાયન્સે જણાવ્યું હતું કે ભથ્થામાં વધારો ફુગાવા જેટલા જ હોવો જોઈએ. એક માપદંડ પર હાલમાં તેનો દર ૧.૩ ટકા છે અને તેનાથી એક પેની જેટલો પણ વધારે નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter