પીઆઇપી અને ડીએલએ બેનિફિટના નિયમોમાં ધરમૂળથી બદલાવ

નવા નિયમોના કારણે લાખો લોકોને અસર થવાની સંભાવના

Wednesday 24th August 2022 05:44 EDT
 

લંડન

સરકાર દ્વારા અપાતા લાભોમાં સપ્ટેમ્બર મહિનાથી આવી રહેલા ધરખમ સુધારાના કારણે પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ (PIP) અને ડિસએબિલિટી લિવિંગ એલાવન્સ (DLA) મેળવતા લાખો લોકોને અસર થવાની છે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા આ માટેના નવા નિયમો જારી કરી દેવાયાં છે. દેશમાં ગંભીર બિમારી અને વિકલાંગતાથી પીડાતા 30 લાખ લોકોને પીઆઇપી અને 13.50 લાખ લોકોને ડીએલએના લાભ મળે છે. 38 ટકા જેટલા પીઆઇપીના લાભાર્થીઓ માનસિક બિમારીઓ માટે સરકારી સહાય મેળવી રહ્યાં છે. તાજેતરમાં કરાયેલા સુધારા અંગે ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, સ્કોટિશ સરકારે નવા ચાઇલ્ડ ડિસએબિલિટી પેમેન્ટની શરૂઆત કરી છે જેના પગલે સ્કોટલેન્ડમાં હવે બાળકોને ડીએલએની ચૂકવણી કરાશે નહી. 22 નવેમ્બર 2021થી સમગ્ર દેશમાં તમામ નવા અરજદારો માટે ચાઇલ્ડ ડિસએબિલિટી પેમેન્ટનો પ્રારંભ કરાયો હતો. માર્ચ 2022થી સમગ્ર દેશમાં અને ઓગસ્ટ 2022થી સ્કોટલેન્ડમાં એડલ્ટ ડિસએબિલિટી પેમેન્ટની શરૂઆત કરાઇ. વર્કિંગ એજના લોકોને હવે પીઆઇપી અને ડીએલએના સ્થાને આ લાભ અપાશે.

નવી એડલ્ટ ડિસએબિલિટી પેમેન્ટ સિસ્ટમમાં ડેઇલી લિવિંગ પાર્ટ

-     61.85 પાઉન્ડ પ્રતિ સપ્તાહ સ્ટાન્ડર્ડ એવોર્ડ માટે

-     92.40 પાઉન્ડ પ્રતિ સપ્તાહ એનહેન્સ્ડ એવોર્ડ

નવી એડલ્ટ ડિસએબિલિટી પેમેન્ટ સિસ્ટમમાં મોબિલિટી પાર્ટ

-     24.45 પાઉન્ડ પ્રતિ સપ્તાહ સ્ટાન્ડર્ડ એવોર્ડ

-     64.50 પાઉન્ડ પ્રતિ સપ્તાહ એનહેન્સ્ડ એવોર્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter