લંડનઃ સર કેર સ્ટાર્મરના કન્ટ્રી હાઉસ ચેકર્સ ખાતે વડાપ્રધાન મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, અમે ભારત અને યુકેના મજબૂત સંબંધો બનાવી રહ્યાં છીએ. કુર્તા અને નેહરૂ જેકેટમાં સજ્જ એક વ્યક્તિએ બંને નેતાઓને મસાલા ચાય પીરસી હતી. તેણે પીએમ મોદીને ચ્હા પીરસતા કહ્યું હતું કે, એક ચ્હાવાળા તરફથી બીજા ચ્હાવાળાને ચ્હા.....
મોદી અને સ્ટાર્મરને ચ્હા પીવડાવનાર ગુજરાતી મૂળના અખિલ પટેલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના યુકે પ્રવાસમાં ચ્હા બનાવીને પીવડાવનાર ગુજરાતી મૂળના બિઝનેસમેન અખિલ પટેલ ચર્ચામાં આવી ગયા છે. અખિલ અમલા ચાયના ફાઉન્ડર છે. અખિલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી બીએસસી ઇન મેનેજમેન્ટની પદવી હાંસલ કરી છે. 2018માં લદ્દાખની મુલાકાત બાદ તેમણે અમલા ચાયની સ્થાપના કરી હતી. અખિલે લંડનમાં છ વર્ષ અગાઉ પોતાનું વેન્ચર લોન્ચ કર્યું હતું અને હાલમાં પાંચ અલગ-અલગ લોકેશન પર અમલા ચાય ઉપલબ્ધ છે.


