પીએમ સ્ટાર્મરને જુઠ્ઠા કહેવા બદલ સાંસદ ઝારા સુલતાના સસ્પેન્ડ

ઝારા સુલતાનાએ શબ્દો પાછા ખેંચવાનો ઇનકાર કરતાં કોમન્સમાંથી બહાર કઢાયાં

Tuesday 21st April 2026 12:27 EDT
 
 

લંડન: સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં સોમવારે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને જાહેરમાં સફેદ જૂઠ બોલનારા કહેવા બદલ ભારતીય મૂળના સાંસદ ઝારા સુલતાનાને સંસદમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પીટર મેન્ડલસનની અમેરિકામાં બ્રિટિશ એમ્બેસેડર તરીકેની નિમણૂક અંગે ચાલી રહેલા વિવાદ દરમિયાન આ ઘટના બની હતી. ઝારા સુલતાનાએ પીએમ સ્ટાર્મર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પીએમ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપણે સત્ય સ્વીકારવું જોઈએ કે તેઓ સફેદ જૂઠ બોલી રહ્યા છે.

હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલે સુલતાનાને તેમના શબ્દો પાછા ખેંચવા વારંવાર સૂચના આપી હતી. જોકે, સુલતાનાએ પીછેહઠ કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ગૃહમાં સત્ય કહેવું એ મારી ફરજ છે. આ જિદને પગલે સ્પીકરે તેમને નેમિંગ પ્રક્રિયા હેઠળ ગૃહની બહાર જવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ગૃહમાં મતદાન દ્વારા તેમને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિટિશ સંસદીય નિયમો મુજબ, એક સાંસદ બીજા સાંસદને જુઠ્ઠા કહી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter