લંડનઃ આખરે મહિનાઓના વિલંબ બાદ સ્ટાર્મર સરકારને ગ્રુમિંગ ગેંગ સ્કેન્ડલની નેશનલ ઇન્કવાયરી માટેના અધ્યક્ષ મળી ગયાં છે. પૂર્વ ચિલ્ડ્રન કમિશ્નર બેરોનેસ લોન્ગફિલ્ડ ગ્રુમિંગ ગેંગ નેશનલ ઇન્કવાયરીનું નેતૃત્વ કરશે. ગ્રુમિંગ ગેંગના અપરાધીઓની વંશીય ઓળખ અને ધર્મને છાવરવા માટે સત્તાવાળાઓને કેમ ફરજ પડી તે અંગે પણ ઇન્કવાયરી તપાસ કરશે. હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા 9 ડિસેમ્બરે આ અંગેની જાહેરાત કરાઇ હતી.
જોકે બેરોનેસ લોન્ગફિલ્ડની નિયુક્તિની પીડિતો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે કારણ કે વડાપ્રધાન સ્ટાર્મરે આ વર્ષે જ બેરોનેસ લોન્ગફિલ્ડને લોર્ડની પદવી આપવામાં આવી હતી. જો કે શબાના માહમૂદે જણાવ્યું હતું કે, ઇન્કવાયરીના કામ દરમિયાન બેરોનેસ લોન્ગફિલ્ડ લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપી દેશે.
નેશનલ ઇન્કવાયરી માર્ચ 2026 સુધી શરૂ થવાન કોઇ સંભાવના નથી. રિપોર્ટ તૈયાર કરવામાં ઇન્કવાયરીને 3 વર્ષ લાગશે આમ આ ઇન્કવાયરીના તારણો માર્ચ 2029 પછી જ જાહેર કરાશે.


