પીપીઇ કોન્ટ્રાક્ટઃ કંપની સાથેના સંબંધો અંગે જુઠ્ઠાણાની મિચેલ મોનેની કબૂલાત

સરકાર શરૂઆતથી જ મારા કંપની સાથેના સંબંધો જાણતી હતીઃ મોને

Tuesday 19th December 2023 13:32 EST
 
 

લંડનઃ પૂર્વ કન્ઝર્વેટિવ બેરોનેસ મિચેલ મોનેએ કબૂલાત કરી હતી કે કોરોના મહામારી દરમિયાન પીપીઇ સોદાઓમાંથી યુકે સરકાર પાસેથી મિલિયન્સ ઓફ પાઉન્ડનો નફો રળનાર કંપની સાથે સંકળાયેલા હોવાના મામલે મેં વારંવાર ઇનકાર કરીને જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મોનેએ જણાવ્યું હતું કે, હું કોઇના આંખનું તણખલું કાઢલાનો પ્રયાસ કરતી નહોતી પરંતુ માપા પરિવારને મીડિયાથી બચાવવા માટે મારી સંડોવણી અંગે સત્ય કહ્યું નહોતું. જોકે મીડિયા સમક્ષ જુઠ્ઠાણું ચલાવવું એ કોઇ અપરાધ પણ નથી.

એક અખબારે તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે, મોને અને તેમના પતિ ડાઉ બેરોમેન પીપીઇ મેડપ્રો કંપની સાથે સંકળાયેલા હતા. આ કંપનીને મે 2020માં 203 મિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ અપાયા હતા. મોનેએ માઇકલ ગોવ સહિતના મંત્રીઓનો સંપર્ક કર્યા બાદ આ કોન્ટ્રાક્ટ અપાયા હતા.

બીજીતરફ મોનેની કબૂલાત પર વડાપ્રધાન રિશી સુનાકે ચિંતા વ્યક્ત કરતાં મોનેએ સુનાકની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, સરકાર શરૂઆતથી જ મારી સંડોવણી અંગે જાણતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter