પીયૂષ ગોયલ એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત

ભારત-યુકે ભાગીદારીની શ્રેષ્ઠ ઇનિંગ્સ હજી બાકી છેઃ ભારતના વાણિજ્ય મંત્રી

Tuesday 30th June 2026 11:05 EDT
 

લંડનઃ ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને લંડન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સ 2026માં ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ગોયલે આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુરસ્કાર બંને દેશોના સંબંધોને મજબૂત કરવા માટે અવિરત કાર્યરત વિવિધ સરકારી વિભાગો, વ્યવસાયો, શૈક્ષણિક જગત, સાંસ્કૃતિક ક્ષેત્રો અને પ્રવાસી ભારતીય સમુદાયના 'સેતુ સમાન' બિલ્ડરોને સમર્પિત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-યુકે ભાગીદારીની શ્રેષ્ઠ ઇનિંગ્સ હજી બાકી છે.

લંડન ખાતે આયોજિત  સમારોહમાં 300 થી વધુ અગ્રણીઓને સંબોધિત કરતા ગોયલે જણાવ્યું હતું કે, ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલમાં આવી રહ્યો છે. ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતના આર્થિક વિકાસની કહાની વેપાર, ઇનોવેશન, ટેક્નોલોજી, શિક્ષણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ માટે અભૂતપૂર્વ તકો પ્રદાન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter