પીરિયડ પેન્ટ્સ પરનો ટેક્સ નાબૂદ, બે પાઉન્ડ સસ્તાં થશે

Wednesday 03rd January 2024 09:11 EST
 

લંડનઃ સરકારે પીરિયડ પેન્ટ્સ પરનો ટેક્સ નાબૂદ કરતાં હવે મહિલાઓને પીરિયડ પેન્ટ્સ માટે વર્તમાન કિંમત કરતાં બે પાઉન્ડ ઓછા ચૂકવવા પડશે. સરકારે ટેક્સ નાબૂદ કરતાં સુપર માર્કેટ સહિતના રિટેલર્સ ગ્રાહકોને લાભ આપવા તૈયાર થયાં છે. છેલ્લા ઘણા સમયથી સેનિટરી પેડ્સ અને ટેમ્પોન્સ જેવા પીરિયડ ઉત્પાદનો પરનો ટેક્સ નાબૂદ કરવા રિટેલર્સ, મહિલા સંગઠનો અને પર્યાવરણવાદીઓ દ્વારા માગ કરવામાં આવી રહી હતી. સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયને પગલે મહિલાઓ પીરિયડ પેન્ટ્સ પર બે પાઉન્ડ સુધીની બચત કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter