પીસી ભીમ વેકરિયા યુએસ કેપિટોલ દ્વારા સન્માનિત પ્રથમ બિન અમેરિકી પોલીસ અધિકારી

Wednesday 29th July 2026 08:07 EDT
 
 

લંડનઃ દુનિયાભરમાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારોને સહયોગ આપવાની અતૂટ પ્રતિબદ્ધતા બદલ લંડન મેટ્રોપોલિટન પોલીસના પીસી ભીમ વેકરિયાને યુએસ કેપિટોલ ખાતે અભૂતપૂર્વ બહુમાન પ્રાપ્ત થયું છે.

આ વર્ષે પીસી ભીમ વેકરિયા અને તેમના એમપીએસ સહકર્મીઓને પ્રેસિડેન્શિયલ પાર્ટી માટે ઓનર ગાર્ડમાં સામેલ થવા વિશેષ આમંત્રણ મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વેકરિયાને 12 મે 2026ના રોજ કેપિટોલ બિલ્ડિંગ પર લહેરાવવામાં આવેલો અમેરિકી રાષ્ટ્રધ્વજ અને  યુએસ કેપિટોલ પોલીસના ચીફ દ્વારા હસ્તાક્ષરિત સર્ટિફિકેટ ઓફ ઓથેન્ટિસિટી એનાયત કરાયાં હતાં. બિનઅમેરિકી પોલીસ અધિકારીને આ પ્રકારનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે.

પોલીસ કમિશનરની લોકલ ઓપરેશન્સ ટાસ્કિંગ યુનિટમાં ફરજ બજાવતા પીસી ભીમ વેકરિયાએ જણાવ્યું હતું કે, આ સ્વીકૃતિ મારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ બહુમાન અને અપાર ગૌરવની ક્ષણ છે. આવું વિશેષ આમંત્રણ મેળવવું અને આ સ્તરે સન્માનિત થવું એ મારા માટે ખરેખર આનંદની વાત છે. આવતા વર્ષે મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ સાથે મારી 30 વર્ષની સેવા પૂર્ણ થઈ રહી છે ત્યારે આ સન્માન મારા માટે વિશેષ છે. આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું મૂલ્ય અને શહીદોના બલિદાનને યાદ રાખવાનું મહત્વ આ એવોર્ડ દ્વારા પ્રતિબિંબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter