પુત્રની હત્યા માટે મેઇડનહેડની આકાંક્ષાને હોસ્પિટલ ઓર્ડરની સજા

જજે આકાંક્ષાને કહ્યું, તને સજાની નહીં પરંતુ માનસિક સારવારની જરૂર છે

Tuesday 16th December 2025 09:31 EST
 
 

લંડનઃ મેઇડનહેડમાં 10 જૂનના રોજ પોતાના 4 વર્ષના પુત્રની ગરદન પર 11 ઘા ઝીંકીને હત્યા કરનારી માતા આકાંક્ષા આદિવારેકરને હોસ્પિટલ ઓર્ડરની સજા અપાઇ છે. 4 વર્ષનો અગત્સ્ય હેગિસ્ટે બેડમાં સૂઇ રહ્યો હતો ત્યારે જ આકાંક્ષાએ તેની હત્યા કરી નાખી હતી. પુત્રની હત્યા બાદ આકાંક્ષાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

આકાંક્ષાનું લગ્નજીવન 10 વર્ષ ચાલ્યું હતું. આઇટીમાં કામ કરતા તેના પતિએ જણાવ્યું હતું કે, મેં મારો પુત્ર ગુમાવી દીધો છે. તે મારા અને મારી પત્ની માટે સર્વસ્વ હતો. આ એક અસહ્ય દુઃખ છે પરંતુ હું ફક્ત એટલું કરી શકું છું કે આકાંક્ષાએ જે કાંઇ કર્યું તેના માટે તેને માફી આપું છું. આશા રાખું છું કે તે સારવાર બાદ સારું જીવન જીવે. મારા અને મારા પુત્ર માટે એ જ ન્યાય બની રહેશે.

જજ માઇકલ ગ્રીવે આકાંક્ષાને જણાવ્યું હતું કે, તેને સજાની નહીં પરંતુ સારવારની જરૂર છે. આ કરૂણ કિસ્સાના કારણે તેં જે કર્યું છે તેની પીડા તને સદા માટે રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter