પુત્રને લંડનની સ્કૂલમાં પ્રવેશ માટે માતાએ કારસ્તાન કર્યું

Tuesday 23rd May 2023 13:53 EDT
 
 

લંડનઃ પોતાના પુત્રને નોર્થ લંડનની ટોચની સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે ગુજરાતી મૂળની એક માતાએ પોતે વૃદ્ધ દંપતીના ઘરમાં રહેતી હોવાનો ઢોંગ રચાવ્યો હતો. ભક્તિ શાહે આ દંપતીની સંપત્તિને નિશાન બનાવી કારણ કે તે નોર્થ લંડનમાં મિલ હિલ કાઉન્ટી હાઇસ્કૂલના વિસ્તારમાં હતી. ભક્તિ શાહે બનાવટી એનર્જી અને કાઉન્સિલ ટેક્સ એકાઉન્ટ તૈયાર કર્યા, બનાવટી કોન્ટ્રાક્ટ અને ભાડૂઆત કરાર તૈયાર કર્યાં હતાં. તે આ દંપતીના ઘેર જઇને ટપાલ પણ લઇ આવતી હતી. કેટલાક દસ્તાવેજોમાં ખામી જણાતા કાઉન્સિલના અધિકારીઓએ તેને ઝડપી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter