લંડનઃ નવી વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટી (VED) હેઠળ 1986થી 2001ના સમયગાળામાં રજિસ્ટર્ડ કરાયેલી કારના ડ્રાઈવર્સના માટે 375 પાઉન્ડનો ચાર્જ લાદવામાં આવનાર છે. 2026માં નવા બેન્ડ્સ અને રેટ્સ લાગુ થઈ રહ્યા છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝે આ ચાર્જીસને સમર્થન આપ્યું છે.
RAC દ્વારા જણાવાયું હતું કે, માર્ચ 2001 પછી અને એપ્રિલ 2017 પહેલા રજિસ્ટર્ડ કરાયેલી કાર્સ માટે VED રોડ ટેક્સ રેટ્સ વાહન દ્વારા છોડવામાં આવતા CO2 એમીશન્સના આધારે 13 બેન્ડ્સમાં વહેંચી દેવાયા છે. મુખ્ય બાબત એ છે કે CO2 એમીશન ઓછું હશે તેમ ટેક્સ બેન્ડ નીચું હશે. 2025થી બદલાયેલા VED નિયમો અન્વયે 100g/kmથી નીચે CO2 એમીશન્સ સાથેની કાર હવે ફ્રી રોડ ટેક્સ માટે લાયક રહેશે નહિ. આનો અર્થ એ છે કે તમારી કાર100g/kmસુધી CO2 છોડતી હશે તો તમારે VED માટે પ્રતિ વર્ષ 20 પાઉન્ડ ચૂકવવાના રહેશે.
માર્ચ 2001 પછી અને એપ્રિલ 2017 પહેલા રજિસ્ટર્ડ કરાયેલી પેટ્રોલ અને ડિઝલ કાર્સ માટે રોડ ટેક્સ પણ લગભગ સરખો જ રહેશે. જો તમે વાહનની માલિકી ધરાવતા હશો તો ટેક્સ પૂરો થવાનો હશે તે પહેલા તમને આપમેળે રિમાઈન્ટર નોટિસ મળી જશે.

