પુરાણી વસ્તુઓ સાચવવાનું વળગણ, 1931નો બ્રિટિશ પાસપોર્ટ

Wednesday 11th January 2023 06:12 EST
 
 

પુરાણી વસ્તુઓ આપણા ભૂતકાળ, સંસ્કૃતિ અને લોકો સાથે સંકળાયેલી હોવાથી ઘણા લોકોને આ પ્રકારની વસ્તુઓ સાચવી રાખવાનો શોખ હોય છે. આ પ્રકારની વસ્તુઓ ગમે તેટલી જૂની હોય પરંતુ તે અંગે જાણવાની આપણામાં અનેરી ઉત્કંઠા હોય છે. આવી જ રીતે એક વ્યક્તિએ તેના દાદાના 1931માં જારી કરાયેલા પાસપોર્ટની તસવીરો જારી કરી હતી જે સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. આ બ્રિટિશ પાસપોર્ટ 1931માં લાહોરમાં જારી કરાયો હતો. તે સમયે ભારત પર બ્રિટિશ શાસન હતું અને હાલમાં પાકિસ્તાનમાં રહેલું લાહોર શહેર ભારતનો હિસ્સો હતું. અંશુમન સિંહે આ પાસપોર્ટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમનું કહેવું છે કે મારા દાદાને જારી કરાયેલો આ પાસપોર્ટ 1936 સુધી માન્ય હતો. તે સમયે તેમના દાદા 31 વર્ષના હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter