લંડનઃ પુરુષ શિક્ષણવિદોએ મહિલા સહકર્મચારીઓ પ્રત્યે એકતા દર્શાવવા દિવસમાં ત્રણ વખત ‘મેનોપોઝ’ શબ્દ બોલવો જોઈએ. યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં સ્ટાફને આ વિષયે વાતચીત કરવામાં અનુભવાતા ક્ષોભને દૂર કરવાના હેતુસર આ શબ્દ બોલવા પ્રોત્સાહિત કરાય છે.
યુનિવર્સિટીના ડો. એન્ડ્રીયા ડેવિસે સૂચવ્યું કે તેના વિશે બોલવું તે પહેલું પગલું છે. આ વાત પર અખબારોનું ખાસ ધ્યાન ગયું છે. પરંતુ, જે વર્કપ્લેસ પર સત્તાવાર મેનોપોઝ પોલિસી છે તેવી ગણીગાંઠી સંસ્થાઓમાં તેનો સમાવેશ થાય છે તે હકીકત વધુ રસપ્રદ છે.

