પુસ્તક વાંચન જીવન સુધારે છે, લોકોને પુસ્તક વાંચતા કરવા જોઇએઃ ક્વીન કેમિલા

ક્વીન દ્વારા સ્થાપિત રીડિંગ રૂમ બુક ક્લબની પાંચમી એનિવર્સરી

Tuesday 13th January 2026 10:07 EST
 
 

લંડનઃ ક્વીન કેમિલાએ પુસ્તક વાંચન પર ભાર મૂકતાં જણાવ્યું છે કે પુસ્તકો જીવનને વધુ સારું બનાવી શકે છે. મારી ચેરિટી લોકો પુસ્તક વાંચતા થાય તે માટે તાકિદના ધોરણે કામ કરશે. કોરોના લોકડાઉન દરમિયાન ક્વીન કેમિલે રીડિંગ રૂમ બુક ક્લબની સ્થાપના કરી હતી. તેની પાંચમી એનિવર્સરી નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં પુસ્તક વાંચન તળિયે પહોંચ્યું છે ત્યારે મને લાગે છે કે લોકોને પુસ્તક વાંચનની પ્રેરણા આપવા તાકિદના ધોરણે કામ કરવું જોઇએ. પુસ્તકો જીવન સુધારે છે અને આતો માત્ર એક શરૂઆત છે. વર્તમાન સમયમાં યુકેમાં દર બેમાંથી એક વ્યક્તિ વર્ષનું એક જ પુસ્તક વાંચે છે. 46 ટકા લોકોનું એમ કહેવું છે કે વિચલિત રહેવાના કારણે અમે એક પુસ્તક પણ પુરું કરી શક્તાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter