BAPS સંસ્થાને નવું જોમ બક્ષનાર પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૪માં જન્મ દિનની ઉજવણી પ્રસંગે યુકે ભરના વિવિધ BAPS સ્વામીનારાયણ મંદિરોમાં 'પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિ મહોત્સવ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, સત્સંગ, પ્રવચન, કિર્તન, મહોત્સવ સભા તેમજ મહાપ્રસાદીનો લાભ મળશે.
* BAPS સાઉથ લંડન મંડળ દ્વારા તા. ૨૮-૧૧-૧૪, શુક્રવારના રોજ સાંજના ૭થી આર્ચબિશપ લેન્ફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. સાંજે ૭થી ૮ પ્રસાદી અને તે પછી મહોત્સવ સભામાં ઉજવણી થશે. કાર પાર્ક મફત છે. સંપર્ક: મહેન્દ્રભાઇ બારોટ 07863 335 100.
* BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે શનિવાર તા. ૨૯-૧૧-૧૪ના રોજ સાંજના નિયત સમયે યોજાતી સભામાં ઉજવણી કરાશે. પ્રસાદનો લાભ મળશે. કાર પાર્ક મફત છે. સંપર્ક: 020 8965 2651.
* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૩૫ જીપ્સી લેન, લેસ્ટર LE4 6RH ખાતે તા. ૨૯-૧૧-૧૪ શનિવારે સાંજે ૬થી રાતના ૯ સુધી ઉજવણી કરાશે. સંપર્ક: મંદિર 0116 262 3791.
* BAPS સ્વામીનારાયણ મંદિર, હોલ ગ્રીન, બર્મિંગહામ ખાતે તા. ૨૯-૧૧-૧૪ શનિવારના રોજ બપોરે ૪થી રાતના ૯ દરમિયાન ઉજવણી થશે. આ પ્રસંગે બપોરે ૪થી ૭ અન્નકૂટ દર્શન અને પ્રસાદનો લાભ મળશે. તે પછી આરતી અને ૭-૩૦થી ઉત્સવ સભા થશે. સંપર્ક: ચાંદનીબેન પરીખ 07983 578 991.