પૂર્વ કિંગ્સ કાઉન્સેલ નવજોત જો સિદ્ધુની અપીલ અદાલતે ફગાવી

સિદ્ધુને મહિલા વકીલ પર સેક્સ માટે દબાણ કરવા હોદ્દા પરથી દૂર કરાયા હતા

Tuesday 20th January 2026 09:29 EST
 
 

લંડનઃ જુનિયર લૉયર પર સેક્સ માટે દબાણ કરવા વ્યવસાયમાંથી હાંકી કઢાયેલા પૂર્વ કિંગ્સ કાઉન્સેલની અપીલ ફગાવી દેવામાં આવી છે. જજે જણાવ્યું હતું કે, આરોપીએ જુનિયર લૉયર પર સેક્સ માટે દબાણ કર્યું હતું. વ્યાવસાયિક અશિસ્ત માટે દોષી ઠરેલા 60 વર્ષીય નવજોત જો સિદ્ધુને હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમની અપીલ મિસ્ટર જસ્ટિસ ચૌધુરીએ ફગાવી દીધી હતી.

એક સમયે દેશના ટોચના પ્રોસિક્યુટર બનવાની રેસમાં સામેલ સિદ્ધુએ યુવા બેરિસ્ટરને કેસની ચર્ચા માટે હોટેલના રૂમમાં બોલાવી હતી. તેમણે મહિલા વકીલ પર તેમની સાથે રાત ગુજારવા દબાણ કર્યું હતું અને તેની સાથે અશ્લિલ ચેનચાળા કર્યાં હતાં.

અપીલ નકારતાં જજે જણાવ્યું હતું કે, એક જાણીતા બાર મેમ્બરે યુવા બેરિસ્ટરને પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે સમાધાનકારી સ્થિતિમાં મૂકી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter