લંડનઃ મેટ્રોપોલિટન પોલીસના પૂર્વ અધિકારી સામે હાથ ધરાયેલી બિહેવિયરલ સ્ટાન્ડર્ડ તપાસમાં ફરજ દરમિયાન સેક્સ વર્કર્સનો ઉપયોગ કરવાનો આરોપ મૂકાયો છે. પોતાના કાર્યકાળ દરમિયાન કામ કરવાની પદ્ધતિ અંગેની સંખ્યાબંધ ફરિયાદો બાદ ઇમરાન પટેલે પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાંથી રાજીનામુ આપ્યું હતું. ઇમરાન પટેલ પર ફરજ દરમિયાન સેક્સ વર્કર્સનો ઉપયોગ કરવા અને એડલ્ટ વેબસાઇટ જોવાના આરોપ છે.

