પૂર્વ ટેક્સી ડ્રાઈવર સમીર દેસાઈને બેસ્ટ શેફનો એવોર્ડ

Wednesday 21st October 2026 06:34 EDT
 
 

લેસ્ટરઃ ટેક્સી અને બસ ડ્રાઈવિંગની કારકિર્દીમાં એક દસકો વીતાવ્યા પછી લેસ્ટરના સમીર દેસાઈએ રસોઈકળા પર હાથ અજમાવ્યો અને હવે તેઓ ‘બેસ્ટ શેફ’ એવોર્ડવિજેતા બન્યા છે. તેમની શેફ બનવાની યાત્રા પણ વિશિષ્ટ છે કારણકે ટેક્સી ડ્રાઈવરની કામગીરીમાં તેમણે નિયમિતપણે બહાર ભોજન કરવાનું આવતું અને તેઓ આવા ભોજન અને ખોરાકની ગુણવત્તાથી ત્રાસી ગયા હતા.

સમીર દેસાઈએ જૂન 2018માં શેફ તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો અને લેસ્ટરના એબે લોન ખાતે બ્રોડવે બાર એન્ડ ગ્રિલમાં તેમને રસોઈની કામગીરી સંભાળી હતી. દેસાઈએ પોતાની આગવી ડિશીસ, રેસિપીઓ અને મસાલાના મિશ્રણ બનાવવાનું શરૂ કર્યું. તેમણે કૃત્રિમ કલર્સ અને સોડમના બદલે પરંપરા્ગત સોડમ અને કુદરતી તત્વો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

રસોઈકળાની કારકિર્દીમાં તેમના પ્રયાસોને લંડનમાં રવિવાર 4 ઓક્ટોબરે યોજાએલા કરી લાઈફ એવોર્ડ્સ 2026 થકી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં સમીર દેસાઈએ બેસ્ટ શેફ ઓફ ધ યરની ટ્રોફી હાંસલ કરી હતી. બ્રિટનની કરી ઈન્ડસ્ટ્રી માટે અગ્રણી નેશનલ એવોર્ડમાં 500 લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર યુકેના રેસ્ટોરાં માટે 41 એવોર્ડ્સ જાહેર કરાયા હતા. સમીર દેસાઈએ તેમના સારા અને ખરાબ દિવસોમાં સપોર્ટ આપનારા તમામ અને ખાસ કરીને પત્ની અને બાઈ સહિત પરિવાર તેમજ કરી લાઈપ એવોર્ડ્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

રસોઈની વાત આવે ત્યારે શેફ દેસાઈ પોતાને ઝીરો-ઓઈલમાં માસ્ટરીને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે,‘અમે જ્યાં પણ જમવા જતા હતા અને ક્વોલિટી ખોરાક મળતો નહિ. મારી ફેવરિટ ડિશ જ બધું છે. મારો પસંદગીની વસ્તુ લીલાં મરચાં છે જે તમને પાનો ચડાવે છે. આ કુદરતી તત્વ છે, જેનાથી તમારું પેટ ખરાબ નહિ્ થાય કે છાતીમાં બળતરા પણ નહિ થાય. ભારતીય ખોરાક એટલે જ કુદરતી મસાલો, વનસ્પતિ અને સુકો મસાલો.’ બ્રોડવેની વાનગીઓમાં શાકાહારી પસંદ સાથેની કરીઝ, ગ્રિલ્સ અને સિઝલરનો સમાવેશ થાય છે, જેમાં ધાબા કરી વિશિષ્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter