પૂર્વ ટોરી ચાન્સેલર સાજિદ જાવિદ જેપી મોર્ગનના સીનિ. એડવાઈઝર

Wednesday 19th August 2020 06:06 EDT
 
 

લંડનઃ ભૂતપૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ વોલ સ્ટ્રીટ માંધાતા જેપી મોર્ગનમાં જોડાશે. આ વર્ષની શરૂઆતમાં નાટ્યાત્મક રીતે ચાન્સેલરના પદેથી રાજીનામુ આપી દેનારા બ્રોમ્સગ્રોવના સાંસદ જાવિદ યુએસ બેંક્સ એડવાઈઝરી કાઉન્સિલ ફોર યુરોપ, મીડલ ઈસ્ટ એન્ડ આફ્રિકા(EMEA)ના સભ્ય તરીકેનો હોદ્દો સંભાળશે તેવી બેંક દ્વારા જાહેરાત કરાઈ હતી.
જેપી મોર્ગનના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ સીનિયર એડવાઈઝર તરીકે જેપી મોર્ગનમાં ફરી આવી રહેલા સાજિદ જાવિદને આવકારતા અમને આનંદ થાય છે. બિઝનેસ અને આર્થિક વાતાવરણ વિશેની તેમની ઉંડી સમજણ સમગ્ર યુરોપમાં અમારી ક્લાયન્ટ સ્ટ્રેટેજીને ઘડવામાં મદદરૂપ થશે.
તેમણે ચેઝ મેનહટન ખાતે કારકિર્દીની શરૂઆત કરી હતી, જે પાછળથી જેપી મોર્ગનનો ભાગ બની હતી. આ પગલું ફાઈનાન્સ સેક્ટરમાં જાવિદનું પુનરાગમન ગણાય છે. સીનિયર કન્ઝર્વેટિવ જાવિદ પાછળથી ડ્યૂશ બેંક સાથે જોડાયા હતા અને ૨૦૦૯માં રાજકારણમાં પ્રવેશવા આ ક્ષેત્ર છોડ્યું તે અગાઉ એશિયામાં પોતાના ટ્રેડ બિઝનેસીસ પણ ચલાવ્યા હતા.
૨૦૧૦માં તેઓ પ્રથમ વખત સંસદમાં ચૂંટાયા હતા. ૨૦૧૯માં લીડરશિપના પ્રયાસ અગાઉ કેબિનેટ મિનિસ્ટર બન્યા હતા. આ વર્ષની શરૂઆતમાં ડાઉનિંગ સ્ટ્રીટ અને ટ્રેઝરીના ટોચના સલાહકારોની ટીમને ભેળવી દેવાની યોજના અંગે નં.૧૦ સાથે વિવાદને પગલે તેમણે ચાન્સેલરનું પદ છોડ્યું હતું. જેપી મોર્ગને આ પહેલી વખત મોટા રાજકારણીની નિમણુંક કરી નથી. ૨૦૦૮માં ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરને કથિત વાર્ષિક ૨ પાઉન્ડ મિલિયનના પગારથી એડવાઈઝર તરીકે નીમ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter