લંડનઃ બ્રિટિશ સ્પેશિયલ ફોર્સના ચાર પૂર્વ સૈનિકોએ ફક્ત પાંચ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટીમમાં યુકેના વેટરન્સ મિનિસ્ટર એલેસ્ટરકાર્ન્સ પણ સામેલ હતા. તેમણે આ અભિયાન માટે પોતાના શરીરોને તૈયાર કરવા માટે હાઇટેક ટ્રેનિંગ પદ્ધતિઓ અને વિવાદાસ્પદ ઝેનોન ગેસ થેરાપીની મદદ લીધી હતી. સામાન્ય રીતે એવરેસ્ટ જતા પર્વતારોહકો ઓછા ઓક્સિજન માટે શરીરોને તૈયાર કરવા વિવિધ કેમ્પમાં બે મહિના જેટલો સમય વીતાવતા હોય છે.