લંડનઃ પૂર્વ રાજદ્વારી નાઇજલ ગોઉલ્ડ ડેવિસને ધમકીઓ આપવા અને માનસિક અત્યાચાર ગુજારવાના આરોપસર સિરિયલ ફ્રોડસ્ટર ફરાહ દામજીને 6 વર્ષ જેલની સજા કરાઇ છે. નાઇજલ બેલારૂસ ખાતે રાજદ્વારી તરીકે ફરજ બજાવતા હતા. દામજી પર ચોરી અને ફ્રોડના આરોપ પણ હતા. બંને બે વર્ષ પહેલાં એક ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા.