લંડનઃ પૂર્વ લંડનમાં ગયા મંગળવારે વહેલી સવારે ઇસ્ટ હેમના સેન્ટ બાર્થોલોમ્યુ રોડ પર 42 વર્ષીય માસૂમ મિયાંની ગોળી મારીને હત્યા કરાઇ હતી. પોલીસને માસૂમ મિયાં તેમની કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. અમારી સંવેદના માસૂમના પરિવાર સાથે છે. આ તપાસમાં મદદરૂપ થઈ શકે તેવી કોઈ પણ માહિતી ધરાવતા લોકોને આગળ આવવા અમે અપીલ કરીએ છીએ. પોલીસે આસપાસના વિસ્તારના રહેવાસીઓ, પ્રત્યક્ષદર્શીઓ અથવા જેમના સીસીટીવી, ડેશકેમ કે ડોરબેલ કેમેરામાં કોઈ શંકાસ્પદ હિલચાલ કે ફુટેજ કેપ્ચર થયા હોય તેમને તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરી છે.


