પૃથ્વી ક્લાઇમેટ ચેન્જની ભયજનક ચરમસીમા પરઃ કિંગ ચાર્લ્સની વિશ્વને ચેતવણી

કિંગ ચાર્લ્સે સંબોધનમાં ભારતમાં આવતા પૂરનો પણ ઉલ્લેખ કર્યો

Tuesday 05th December 2023 11:33 EST
 
 

લંડનઃ યુએઇમાં દુબઇ ખાતે સીઓપી28 યુએન ક્લાઇમેટ સમિટને સંબોધન કરતાં કિંગ ચાર્લ્સ તૃતીયે જણાવ્યું હતું કે આપણે ક્લાઇમેટ ચેન્જની ભયાનક ચરમસીમાઓ પર પહોંચી ગયાં છીએ. ક્લાઇમેટ ચેન્જના મામલામાં વિશ્વની ગાડી પાટા પરથી ખડી પડી છે. જ્યાં સુધી પર્યાવરણમાં ઝડપથી સુધારો નહીં થાય ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર ધરાશાયી થતું રહેશે. ક્લાઇમેટ ચેન્જના ભયાનક પરિણામ હવે બહુ દૂર રહ્યાં નથી. મારી હૃદયપુર્વકની અપીલ છે કે સીઓપી28 સાચા પરિવર્તનશીલ પગલાંની મહત્વની ટર્નિંગ પોઇન્ટ બની રહેશે.

યુએઇના આમંત્રણ બાદ બ્રિટિશ સરકાર વતી સમિટમાં હાજરી આપવા પહોંચેલા કિંગ ચાર્લ્સે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં વિવિધ સંગઠનો અને પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી, ઇન્શ્યુરન્સ સેક્ટરની ભુમિકા અને ઝડપી સંશોધનો પર ભાર મૂકયો હતો.

ભારત અને પાકિસ્તાનમાં આવતા પૂર, અમેરિકા, કેનેડા અને ગ્રીસમાં ફાટી નીકળતા દાવાનળ સહિત વિશ્વ સમક્ષ રહેલા ક્લાઇમેટ ચેન્જના પડકારોનો ઉલ્લેખ કરતાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે જ્યાં સુધી આપણે ઝડપથી કુદરતની અદ્દભૂત ઇકોનોમીની મરામત નહીં કરીએ ત્યાં સુધી આપણી ઇકોનોમી ખોરવાયેલી જ રહેશે. પર્યાવરણની જાળવણી આપણા હાથમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter