પે ટીવી સ્કાયના પ્રિયા ડોગરાની ચેનલ4ના સીઇઓ તરીકે નિયુક્તિ

મીડિયા ઇન્ડસ્ટ્રીમાં બહોળો અનુભવ ધરાવતા ડોગરા માર્ચ 2026થી કાર્યભાર સંભાળશે

Tuesday 16th December 2025 09:14 EST
 
 

લંડનઃ પે ટીવી સ્કાયના પ્રિયા ડોગરાની યુકેની પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર ચેનલ4ના નવા ચીફ એક્ઝિક્યુટિવ પદે નિયુક્તિ કરાઇ છે. તેઓ માર્ચ 2026થી એલેક્સ મેહોનનું સ્થાન સંભાળશે. 8 વર્ષથી કાર્યભાર સંભાળતા એલેક્સ મેહોન ત્યાં સુધી વચગાળાના સીઇઓ તરીકે ફરજ બજાવશે.

હાલ પ્રિયા ડોગરા પે ટીવી સ્તાયમાં એડવર્ટાઇઝિંગ ગ્રુપ ડેટાના ચીફ અને રેવન્યૂ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ડોગરા યુકે, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં મીડિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો બે દાયકા લાંબો અનુભવ ધરાવે છે. તેઓ પ્રોગ્રામિંગ, સ્ટ્રેટેજી, મર્જર્સ અને એક્વિઝિશનના નિષ્ણાત મનાય છે.

પે ટીવી સ્કાય સાથે જોડાતાં પહેલાં પ્રિયા ડોગરાએ 14 વર્ષ ટાઇમ વોર્નર અને વોર્નર બ્રધર્સ માટે કામ કર્યું હતું. તેઓ ડિસ્કવરી ચેનલના પ્રેસિડેન્ટ અને વોર્નર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યાં છે. પ્રિયા ડોગરા એચબીઓ અને એચબીઓ મેક્સ સાથે પણ કામ કરી ચૂક્યાં છે.

ચેનલ4ના ચેરમેન જ્યોફ કૂપરે જણાવ્યું હતું કે, પ્રિયા ડોગરા આઠમા સીઇઓ તરીકે અમારી સાથે જોડાઇ રહ્યાં છે તેથી હું ખુશ છું. તેઓ વિદ્વાન અને વિઝનરી લીડર છે. પ્રિયા ડોગરાએ જણાવ્યું હતું કે, ચેનલ4 સાથે જોડાવું મારા માટે ગૌરવની ક્ષણ છે. બહુ ઓછા મીડિયા ઓર્ગોનાઇઝેશન બ્રિટિશ કલ્ચરને કેન્દ્રમાં રાખી સ્પષ્ટ હેતૂ અને મહત્વના મિશન તરીકે કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter