પેકેજિંગ નાના કરી સમાન કિંમત વસૂલવાના કંપનીઓનો કારસો નિષ્ફળ

બ્રિટનવાસીઓ નાના કરેલા પેકેજિંગવાળા સામાનનો બહિષ્કાર કરી રહ્યાં છે

Tuesday 06th June 2023 13:53 EDT
 
 

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ યુકેવાસીઓને ધુણાવી રહી છે ત્યારે ખાદ્યપદાર્થોનો વેપાર કંપનીઓએ પોતાનો નફો જાળવી રાખવાનો નવો નુસ્ખો અપનાવ્યો છે. તેઓ સામાનના પેક નાના કરીને સમાન કિંમત વસૂલી રહી છે. પરંતુ યુકેવાસીઓ પણ તેમની આ ચાલાકી સમજી ગયાં છે અને કંપનીઓ દ્વારા શરૂ કરાયેલા શ્રિંકફ્લેશનનો બહિષ્કાર શરૂ કરી દીધો છે. કંપનીઓએ ચોકલેટ બાર અને ક્રિસ્પ્સના પેકેટ નાના કરી દીધાં છે પરંતુ કિંમત અગાઉ જેટલી જ વસૂલી રહી છે.

બે તૃતિયાંશ જેટલા ખરીદદારો કહે છે કે અમે કંપનીઓની આ ચાલાકી પારખી લીધી છે. દર પાંચમાંથી એક ખરીદદાર આ પ્રકારના ઉત્પાદકો ખરીદવાનું ટાળી રહ્યો છે. તેના સ્થાને તે જથ્થાબંધ ખરીદી કરી રહ્યો છે જેથી તેને તેના નાણાનું પુરતું વળતર મળે. આ પ્રકારની ચાલાકી મોટાભાગે ચોકલેટ, ક્રિસ્પ્સ, બિસ્કિટ અને સ્નેક બાર બનાવતી કંપનીઓ દ્વારા કરાઇ રહી છે.

બાર્કલેના ડિરેક્ટર એસ્મી હાર્વૂડ કહે છે કે, ગ્રાહકો તેમના રોજિંદા ખર્ચ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. પેકેજિંગ નાના કરી દેવાની પ્રવૃત્તિ સામે ગ્રાહકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ઘણા ગ્રાહકો મોંઘવારીના કારણે આ પ્રકારની ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે. સૌથી વધુ અસર કપડાંના માર્કેટ અને રેસ્ટોરન્ટ પર પડી રહી છે.

અત્યારે તો ગ્રોસરી ગ્રાહકના ખિસ્સાને સૌથી વધુ હળવા કરી રહી છે. ખાદ્યપદાર્થોની મોંઘવારીને કારણે ગ્રાહકોએ તેની પાછળ વધુ ખર્ચ કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter