પેટરનિટી લીવ રૂલ્સમાં મોટા બદલાવ, 6 એપ્રિલથી અમલ

Tuesday 13th February 2024 12:22 EST
 

લંડનઃ પેઇડ લીવ રૂલ્સમાં આવી રહેલા મોટા બદલાવના કારણે હજારો નવા માતાપિતાને લાભ થશે. આ અંગેની જાહેરાત જૂન 2023માં કરાઇ હતી. 6 એપ્રિલ 2024થી પેટરનિટી રાઇટ્સના સંદર્ભમાં કરાયેલા બદલાવ અમલમાં આવી રહ્યાં છે. પેટરમિટી લીવ રેગ્યુલેશન 2024માં ચાર બદલાવ કરાયાં છે. તે અંતર્ગત હવે કર્મચારી સતત બ સપ્તાહની રજા લેવાના બદલે એક એક સપ્તાહના અલગ બ્લોકમાં રજા લઇ શકશે. કર્મચારીઓ બાળકના જન્મ અથવા તો દત્તક લીધાના 52 સપ્તાહમાં ગમે ત્યારે પેટરનિટી લીવ લઇ શકશે. બાળકના જન્મ અથવા દત્તક લેવાના સંભવિત સપ્તાહ પહેલાં હવે કર્મચારીએ 15 સપ્તાહના નોટિસ પીરિયડના સ્થાને 28 દિવસની નોટિસ આપવાની રહેશે.

નોકરીદાતાને ઓછામાં ઓછી 28 દિવસની નોટિસ અપાઇ હોવાથી રજાની તારીખોમાં બદલાવ કરી શકાશે. આ નવા બદલાવોના કારણે નવા પિતાઓને વધુ અધિકારો મળશે. આ વ્યવસ્થામાં અગાઉ કરતાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter