લંડનઃ યુકેમાં પેટ્રોલની કિંમત છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયના તળિયે પહોંચી છે. એક લિટર પેટ્રોલની સરેરાશ કિંમત 1.43 પાઉન્ડ થઇ છે. છેલ્લે ઓક્ટોબર 2021માં પેટ્રોલની કિંમત આ સપાટી પર હતી. જથ્થાબંધ ભાવોમાં ઘટાડાના કારણે પેટ્રોલ પમ્પ પર કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આગામી સપ્તાહમાં પેટ્રોલની કિંમત 1.40 પાઉન્ડ પ્રતિ લિટરથી નીચે ચાલી જાય તેવી સંભાવના છે.


