લંડનઃ ઊંચી કમાણી કરતા પાંચ મિલિયન લોકોને વર્તમાન ટેક્સ રાહત હેઠળ વર્ષે સરેરાશ ૫,૦૦૦ પાઉન્ડનો લાભ થાય છે. આ કરરાહત છીનવાઈ શકે તેવો સંકેત સરકારી સૂત્રોએ આપ્યો છે. નાણા મંત્રાલય પેન્શન ફાળામાં ટેક્સ રીલિફ બાબતે ધરમૂળથી સુધારો લાવવા માગે છે. જેની સીધી અસર પેન્શન બચતો પર થઈ શકે છે.
ગત બજેટમાં ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને આ કરરાહત વિશે મસલતો કરવાની જાહેરાત કરી હતી. આ કરરાહતથી સરકારી તિજોરીને વર્ષે £૩૫ બિલિયન અથવા તો ઈન્કમ ટેક્સના બેઝિક રેટ પર ૮p જેટલાનો બોજો સહન કરવાનો થાય છે. આ કરરાહતના પરિણામે વાર્ષિક £૪૨,૩૮૬થી વધુ કમાણી કમાણી કરનારા લોકોને તેમના પ્રત્યેક ૬૦p ના ફાળા સામે પોતાના પેન્શનમાં £૧ની બચત કરવા મળે છે.