લંડનઃ સરકાર દ્વારા ચાલી રહેલી વિચારણા અંતર્ગત પેન્શનમાં બચત કરનારા તેમના ફંડમાંથી ઝડપથી નાણા મેળવી શકશે. આ યોજના અંતર્ગત બચતોને સીઝી કર્મચારીના પેન્શન સાથે સાંકળી લેવાશે અને આ બચત તેમના પગારમાંથી સીધી કપાઇ જશે. પરંતુ રિટાયરમેન્ટ ફંડની સરખામણીમાં સેવિંગ્સ પોટમાં સહેલાઇથી વ્યવહાર કરી શકાશે. તેના કારણે કર્મચારી તાકિદની સ્થિતિમાં ગમે ત્યારે તેમાંથી નાણા મેળવી શકશે. તે ઉપરાંત ઓછું વેતન ધરાવતા કર્મચારીઓ પણ તાકિદની સ્થિતિમાં નાણા નહીં મળે તેવી ચિંતામાંથી મુક્ત થઇ શકશે. હાલના નિયમો પ્રમાણે કર્મચારી 55 વર્ષની વય સુધી પેન્શન ફંડમાંથી નાણા મેળવી શક્તો નથી.